ભગત તું દિલમાં રમે
ભગત તું દિલમાં રમે
ભગત તું મનમાં રમે, ભગત તું દિલમાં રમે !
ભગત તું દિલમાં વસે, ભગત તું દિલમાં શ્વસે !
ફૂલો ચૂમે તારા હોઠોની લાલી, સરિતા સિંધુ
તારા ચરણ પખાળે, વાયુ તારા શિરે વા ઢોળે !
ભગત તું મનમાં રમે, ભગત તું દિલમાં રમે....
ભગત, સુખદેવ, રાજગુરુની શહીદી રંગ લાવી
રંગ દે બસંતી ચોલા, ઇન્કલાબની આંધી લાવી,
ભગત તું મનમાં રમે, ભગત તું દિલમાં રમે..
ભગત છો શાન અમારી તું અભિમાન અમારું
કાન્તાસુત ભગત આઝાદી સુવર્ણપન્નુ અમારું,
ભગત તું મનમાં રમે, ભગત તું દિલમાં રમે,
ભગત તું દિલમાં વસે, ભગત તું દિલમાં શ્વસે !
