STORYMIRROR

રોનક જોષી 'રાહગીર'

Inspirational

3  

રોનક જોષી 'રાહગીર'

Inspirational

હું પર્વતારોહક છું

હું પર્વતારોહક છું

1 min
198

હું પર્વતારોહક છું, હું પર્વતારોહક છું, હું પર્વતારોહક છું.


પ્રકૃતિનો ખુંદનારો છું,

હું કુદરતનાં ખોળે રમનારો છું.


મક્કમ મનના પહાડોને સ્પર્શનારો છું,

હું બરફની ચાદર ને ઓઢનાર છું.


અડીખમ પહાડ પર અડીખમ ઊભો રહેનાર છું,

હું સ્વપ્નોને હકીકતમાં સજાવનાર છું.


જિંદગીની લડાઈને બાથ ભીડનાર છું,

હું મજબૂત ઈરાદાઓને મજબૂત મનોબળ પૂરું પાડનાર છું.


ઊંચા સ્વપ્નોને સાકાર કરનાર છું,

હું ખુદથી જ ખુદને જીતનાર છું.


હું પર્વતારોહક છું, હું પર્વતારોહક છું, હું પર્વતારોહક છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational