STORYMIRROR

PRAVIN PATEL

Inspirational

3  

PRAVIN PATEL

Inspirational

કાવ્ય મારો શ્વાસ

કાવ્ય મારો શ્વાસ

1 min
226

કાવ્ય મારો શ્વાસ,

કાવ્ય મારો નિવાસ !


કાવ્ય મારુ દ્વાર ને

કાવ્ય મારી બારી !


કાવ્ય મારુ દર્પણ !

કાવ્ય મારો શૃંગાર !


કાવ્ય છે મારા કર,

કાવ્ય મારું અંતર !


કાવ્ય મારો કસબ,

કાવ્ય મારો અસબાબ !


કાવ્ય મુજ રૂપ,

કાવ્ય મુજ ધૂપ !


કાવ્ય મુજ જીવન ગંગા,

કાવ્યથી પાવક અંગઅંગ !


કાવ્યથી ઊગે મુજ દિન,

કાવ્યથી અસ્ત મુજ દિન !


કાવ્યને કલમથી કંડારૂ,

કાવ્ય આરત દિલથી ગાઉં !


કાવ્ય મુજ જીવન કક્કો,

કાવ્ય કાન્તાસુત જીવન અક્ષર !


કાવ્ય મારો શ્વાસ,

કાવ્ય મારો નિવાસ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational