વિશ્વ - એક પરિવાર
વિશ્વ - એક પરિવાર
છે શું આ તારૂં- આ મારૂં ?
ક્યાં ખોવાયું આપણાપણું ?
હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ
શોધે સૌ કોઈ સ્વનો જાતભાઈ,
ભજવી રહ્યા છે સૌ કોઈ,
વિશ્વરંગમંચ પર ભેદભાવની ભવાઈ,
નાટકના આ દ્રશ્યને બદલીયે રે ભાઈ !
પાડી પડદો કરીએ પાત્રની ખરાઈ,
ભાઈચારાની ભાવના પાત્રોમાં ભરી,
માનવ- માનવ નેે એક સમાન કરી,
ફેલાવી ભાવના વિશ્વબંધુત્વની ચારેકોર,
રચીશું અજોડ વિશ્ચતણો એક પરિવાર,
ના રહેશે હવેે મારૂંં -તારૂં
બનશેે એક વિશ્વ કુટુંબ આપણું !
