આવડી ગયું
આવડી ગયું
મઝધારે તોફાનનો ડર નથી મને હવે.
તૂટેલી નૈયા સાથે સાગર પાર કરતાં,
આવડી ગયું મને,
જીવનમાં ઝંઝાવાતોનો ડર નથી મને હવે.
આશાનો દીપક જલાવતા
આવડી ગયું મને,
ચોમેર ભલે હોય ભયંકર અંધકાર
એનો મને ડર નથી
બેફામ હવાઓની વચ્ચે
દીપક જલાવાતા
આવડી ગયું મને,
પાનખરનો હવે ડર નથી મને
વગર મોસમે મહેકતા
આવડી ગયું મને,
ઉદાસી દર્દ ગમ નિરાશાનો ડર નથી મને
વેદના અને વ્યથાઓ સાથે જીવતા
આવડી ગયું મને,
અમાસની અંધારી રાત્રીનો ડર નથી મને
સિતારો બની ચમકતા
આવડી ગયું મને,
દુનિયામાં કશાયનો ડર નથી મને હવે
કેમ કે ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા
આવડી ગયું મને.
