સદ્દભાવના
સદ્દભાવના
સદભાવના….
વેરની આતશ ભભૂકતી હોય તો
રાખ થાશે સમૃધ્ધિ જ પળવારમાં
અસ્ત્ર ને શસ્ત્ર સંગે રમે વૃત્તિઓ
ઘોળતાં આજ વેર વિષ જ ઉધારમાં
છળકપટથી ધરી આ ખુમારી ઉરે
વિશ્વ થાતું જ દુઃખી મહાખારમાં
છે જ તૂટ્યા જ વિશ્વાસ દિલના હવે
દોડતા થાવ ભેળા સદાચારમાં
બંધનો પ્રેમનાં જ સુખ દેશે સદા
ખુદ હસીએ અભયના રણકારમાં
ધર્મ સૌનો શિખવતો જ સદભાવના
એજ છે નાણું રે સાચું વ્યવહારમાં
રમેશ પટેલ(આકાશદીપ)
.
