ઠંડો થા ભાઈ ઠંડો થા
ઠંડો થા ભાઈ ઠંડો થા
લગ્ન થયા હવે ન ઉકળાય, ઠંડો થા ભાઈ ઠંડો થા,
બુદ્ધિ જાય ભાગી તારી, ઠંડો થા ભાઈ ઠંડો થા,
નવી બુદ્ધિ આવી ઘરમાં, ઠંડો થા ભાઈ ઠંડો થા,
સારું ભોજન જમવું હોય તો, ઠંડો થા ભાઈ ઠંડો થા,
કામ તારાં કાઢવાં હોય તો, ઠંડો થા ભાઈ ઠંડો થા,
હા માં હા ભરવી પડશે, ઠંડો થા ભાઈ ઠંડો થા,
ચ્હા કોફી પીવા હોય તો, ઠંડો થા ભાઈ ઠંડો થા,
નહીં તો રોજ ઉકાળા આવશે, ઠંડો થા ભાઈ ઠંડો થા,
ખોટી પળોજણ કર્યા વગર, ઠંડો થા ભાઈ ઠંડો થા,
ચાલવાનું તારું ક્યારેય નથી, ઠંડો થા ભાઈ ઠંડો થા,
વાત મનાવવી તારે હોય તો, ઠંડો થા ભાઈ ઠંડો થા,
તું જ સાચી એવું દેખાડ, ઠંડો થા ભાઈ ઠંડો થા,
આપોઆપ સમજશે તને, ઠંડો થા ભાઈ ઠંડો,
કહેજે એને લક્ષ્મી-અન્નપૂર્ણા, ઠંડો થા ભાઈ ઠંડો થા,
ખુલશે કિસ્મતના દરવાજા, ઠંડો થા ભાઈ ઠંડો થા,
દુનિયાભરની ખુશી મળશે, ઠંડો થા ભાઈ ઠંડો થા,
હાથમાં તારાં તાળાની ચાવી, ઠંડો થા ભાઈ ઠંડો થા,
આવડે તને તો ખોલી લે, ઠંડો થા ભાઈ ઠંડો થા,
