મારું સપનાનું ઘર
મારું સપનાનું ઘર
એક ઘર એવું હોય જ્યાં પ્રેમના રંગોથી,
રંગાયેલ હૃદયની દીવાલો હોય
જ્યાં લાગણીના લીલાછમ વૃક્ષો હોય
જ્યાં પંખીડાનો મીઠો કલરવ હોય,
જ્યાં આવકાર માટે ઊભેલું
હુંફાળું હૃદય હોય
જ્યાં ઘરમાં પ્રવેશતા જ
થાક નો ભારો ઉતારી શકાય,
જ્યાં હૂંફ દરકાર ને
સહકાર હોય,
જ્યાં મહેકતા લાગણી ના ફૂલો હોય
જ્યાં આત્મીયતની હેલી હોય,
જ્યાં હરખની
વેલી હોય,
જ્યાં ઘરની
દીવાલોમાં પણ પોતીકાપણું હોય,
જ્યાં દેવળ જેવી શાંતિ
અને સુકુન હોય,
જ્યાં પાવન આંગણું પણ
આપે આવકાર.
જ્યાં સપનાઓ થાય સાકાર
ત્યાં જીવનને મળે નવો આકાર,
જ્યાં ના હોય કોઈ તકરાર
હોય બધા જવાબદાર
એક બીજાના મદદગાર
સુખોની હોય વણજાર
જ્યાં દરેક હોય સમજદાર
એવો હોય એક પરિવાર.
