*એકલતા*
*એકલતા*
મારી એકલતા અને હું બેવ એકલા,
જે બીજાની સમજ બહાર છીએ,
એકલી જયારે હું થઇ જાવ છું,
જાત સાથે વાતો કરી લવ છું,
દોડતી દોટ મુકીને બીજા માટે,
કાયમ પાછળ જ કેમ રહી જાવ છું !
હસી ને જીવતી આવી છું,
છતાં કેમ એકલી રડી જાવ છું,
વગર ટેકે ચાલતા શીખી છું,
તો પણ ના જાણે કેમ પડી જાવ છું,
શોધવા મથતી જયારે પણ સહારો,
હું હમેશા મુજને જ મળી જાવ છું,
એકલી જયારે હું થઇ જાવ છું
ભાવનાઓથી જ ઘવાઈ જાવુ છુ,
મારી એકલતા અને હું બેવ એકલા,
જે બીજાની સમજ બહાર છીએ,
