STORYMIRROR

Shaurya Parmar

Inspirational

4  

Shaurya Parmar

Inspirational

હે જનsky

હે જનsky

1 min
342

હે જન,

જ્યાં લાગે મન,

ત્યાં હંમેશ ધન.


હે જન,

નીચે ધરા,

ઉપર ગગન,

નથી કોઈ નિર્ધન,


હે જન,

ઊંચેરા ડુંગરા,

વહેતી સરિતા,

સર્વત્ર દેખાતો ચમન,


હે જન,

કુહૂ કુહૂ ને,

કલબલ કલબલ,

મોરલો નાચે થનગન,


હે જન,

કુહૂ કુહૂ ને,

કલબલ કલબલ,

ગુંજી ઉઠે જો ઉપવન,


હે જન,

પ્રાત:કાલે પ્રણામ,

સાંયકાલે સલામ,

રાત્રિકાલે શાંતિ જીવન,


હે જન,

ઠંડી મળે,

ગરમી મળે,

વરસાદે વહેતો પવન,


હે જન,

ક્યાં કંઈ નથી?

જુઓ તો ઘણું છે,

આજે પણ છે જીવન....!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational