STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હાલને ભેરુ.

હાલને ભેરુ.

1 min
137

હાલને ભેરુ આપણે માનવતાનાં શિખર ચડીએ,

હાલને ભેરુ આપણે માનવતાને સર્વસ્વ ગણીએ,

 

સર્જન શ્રેષ્ઠ ઈશનું માનવ તો બીજે શાને શોધીએ ?

હરેકમાં હરિ હોય સમાયો એમાં જ એને મળીએ,


જનસેવામાં હરિવર રાજી કામ હરિના એ કરીએ,

સર્વવ્યાપી સર્વેશ્વર બિરાજે એમાં જ એને પૂજીએ, 


સેતુ બાંધીએ માનવ માનવથી એમાં હરિ પરખીએ,

મંદિરવાળો શોધતો આપણે, આપણે શાના ગોતીએ ? 


જનેજનમાં જગદીશ બિરાજે જીવમાત્રમાં ભાળીએ,

ભૂખ્યાંની સંતૃપ્તિમાં સાદ પ્રભુનો હંમેશાં સાંભળીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational