કવિને
કવિને
શબ્દોનો આધાર આપણે.
અર્થોનો વિસ્તાર આપણે.
પ્રેરણા પરમેશની નિરંતર,
હરહંમેશ આવકાર આપણે.
મનથી ઉર સુધીનો પ્રવાસ,
ઉરમાં હોય ઝંકાર આપણે.
હરખીને વરસવું સમાજે,
ભાવનાશીલ સંસાર આપણે.
લખી લખીને વિરમવાનું,
કૃતિમાં હો ધબકાર આપણે.
ખળખળ ઝરણાં જેવાં,
ઉરે હો તહેવાર આપણે.
