ચાંદ
ચાંદ
પુનમના ચાંદમાં ભલેને નાનો એક દાગ છે,
આખરે તો એ પણ એનો એક ભાગ છે,
ભૂલ શોધનારને સુંદરતા ક્યાં દેખાય જોને,
ખામી ગોતવી જીવનભર બસ એજ રાગ છે,
સુંદરતાને પામવા મનથી સુંદર બનવું પડે,
નહિ તો આપણું મન જ કાળો કાગ છે,
દિલમાં હોય હંમેશા જો ખુશીની છાલક,
હર ઋતુ અહીં તો લાગશે જોને ફાગ છે,
વિશાળતા રાખીએ સાગર જેવી સદાયે,
હશે જો ઇર્ષા મનમાં તો જીવન આગ છે.
