STORYMIRROR

Vrajlal Sapovadia

Inspirational

4  

Vrajlal Sapovadia

Inspirational

પ્રતિષ્ઠાન

પ્રતિષ્ઠાન

1 min
495


જનની, માતા ને ભગિની, રેડે સંસ્કાર ગાતા ગાન,

જનક તણા પ્રસ્વેદથી સંચિત રહે આન બાન શાન,


ગણિન્, ગુરુ ને અધ્યાપક, વિદ્યા અર્પી સીંચે જ્ઞાન,

અહર્નિશ રહી સીમેં કિસાન પકવે ઉદર પોષે ધાન,


સીમાના પડકાર લઇ શૌર્ય થકી જવાન આપે જાન,

પ્રકૃતિ વિના મુલ્યે અમ શ્વાસ સંચરે અમૂલ્ય વ્યાન,


ધરતીના પેટાળ નદીને જળ વિના સંભવે કેમ પ્રાણ,

દિવાકર થકી સૌ ઉજળા મફત ઉર્જા પ્રકાશ ને યત્ન,


જપતા નહિ કે થાકતા નહિ અનેક ઉદ્યમી ને વિદ્વાન,

અડગ ઉભા કેટલા નામી અનામી રક્ષવા પ્રતિષ્ઠાન.


જનક = પિતા

ગણિન્, = શિક્ષક

વ્યાન = હવા

યત્ન = શક્તિ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational