STORYMIRROR

BINAL PATEL

Inspirational

4  

BINAL PATEL

Inspirational

આપણું કર્મ

આપણું કર્મ

1 min
382

અંધારામાં જ્યોતિ મળે; એ ખરું! પરંતુ,

જ્યોતને અગ્નિ પેટે ઝળહળ કરાવવાનું કામ તો આપણું ને?


હજાર રસ્તા બંધ થાય ત્યારે એક બારી તો ખુલ્લી જ મળે; એ ખરું! પરંતુ,

બારીમાંથી બારણાં સુધીની સફર તો ખેડવાની જવાબદારી તો આપણી જ ને?


શબ્દો અને લાગણીઓથી અનહદ સંવાદ સર્જાય એ ખરું; પરંતુ,

એ સંવાદના સમીકરણો ઉકેલીને એનું પુનઃસર્જનની જવાબદારી તો આપણી જ ને?


કુદરતી શક્તિનો પ્રતાપ તો સદંતર સાથ આપે એ ખરું; પરંતુ,  

સત્યની રાહને પકડી સુનામીના મોજાંનો સામનો તો આપણે જ કરવાનો ને?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational