દોષદર્શન
દોષદર્શન
કોઈને પોતાની ભૂલ ક્યારેય દેખાતી નથી,
હોય છે પહાડ જેવડી તોય પરખાતી નથી,
બીજાના દોષ શોધવામાં છીએ માહિર સૌ,
નિજની એકાદ ભૂલ પણ કૈં સુધારાતી નથી,
કોઈના અવગુણને રાઈનો પર્વત કરનારાને,
જાણે કે પોતાથી કદીય ભૂલ જ થાતી નથી,
અવરને નીચા દેખાડી વિદ્વતા ના દેખાડાય,
કોઈની ભૂલ સુધારવાને પહેલ કરાતી નથી,
દોષદર્શન એ જ મોટી ખામી રહી આપણી,
અન્યના ગુણ શોધવા મહેનત લેવાતી નથી,
