STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

દિવાળી

દિવાળી

1 min
517

એને મેં ભાળી આજે રૂપાળી,

આવી રે દિવાળી દિલવાળી,


ઠેરઠેર ઘેરઘેર તેજ પ્રસારતી, 

ફટાકડાથી આભને ગજાવતી,

દીધો અમાસ અંધકારને ટાળી,

આવી રે દિવાળી દિલવાળી.


વરસનો આખર દિન શોભાવે, 

સાથિયા રંગોળીથી લોભાવે,

આજ મેં નાચતી કૂદતી ભાળી,

આવી રે દિવાળી દિલવાળી.


સ્નેહ દ્વાર દ્વાર પર રેલાવતી, 

સંદેશ માનવતાનો ફેલાવતી,

ભાવનાસભરને હો સુંવાળી, 

આવી રે દિવાળી દિલવાળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational