STORYMIRROR

Jay D Dixit

Inspirational

4  

Jay D Dixit

Inspirational

દિવાળી તો લાગે છે

દિવાળી તો લાગે છે

1 min
494

કોણ કહે છે, આજકાલ દિવાળી જેવું કંઈ લાગતું નથી ?

હજુ, ફટાકડાનો અવાજ કાને વાગે છે પણ હૈયે વાગતો નથી.

દિવાળી તો લાગે છે.


નવા વર્ષે હજુ પણ દસની તો દસની, પણ કડક નોટ આકર્ષે છે,

હજુ પણ લાઈટો જોવા કે રાત્રે રોડ પર ફરવા ટ્રાફિક નડતો નથી.

દિવાળી તો લાગે છે.


બજારમાં કરોઠી અને રંગોવાળા બેસે છે 'ને કમાય પણ છે,

બીજાની રંગોળી જોતા વાહ નીકળી જાય,

જોકે આપણાથી સાથિયો પડતો નથી.

દિવાળી તો લાગે છે.


આખું ઘર હર્યું ભર્યું છે, જરૂર ઉપરાંત સવલતોથી સભર છે,

હજુ નવી ખરીદી માટે બોનસની રાહ જોવાનો મોહ છૂટતો નથી.

દિવાળી તો લાગે છે.

 

બે દિવસની રજામાં બધા ભેગા થાય છે, પછી ખાલીખમ બધું,

આ બે દિવસ જેવો ચાર્જ બીજા ત્રણ સો ત્રેસઠમાં મળતો નથી.

દિવાળી તો લાગે છે.


હું 'ને એ બે જ જણ, બે ટાઈમ દવા 'ને એક ટાઈમ જમણ,

હજુ મઠીયા, ચોળાફળી ને મીઠાઈને ડાયાબિટીસ જડતો નથી.

દિવાળી તો લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational