STORYMIRROR

Kiran piyush shah "kajal"

Inspirational

4  

Kiran piyush shah "kajal"

Inspirational

જાવાનું

જાવાનું

1 min
303

ફગાવી બંધનો પાછા દટાઈ જાવાનું,

દિવાલોથી બચીને ત્યાં ચણાઈ જાવાનું,


નયન ભીના હતાં મોસમ વિનાય એનાં તો,

ફરી વળશે અહીં, એ તો તણાઈ જાવાનું,


ખબર છે તમારી વાત માનવાની'તી

કરી કોશિશ તો સામે ડઘાઈ જાવાનું,


અજાણ્યા એમ જાણીને મળી ગયાં રસ્તે,

ભલે મનમાં હરખ છાયો, છુપાઈ જવાનું,


પતંગિયું બની ફરતી અહીં તહીં કાયમ,

પછી સપનાં સજાવીને કમાઈ જવાનું,


ભલાઈ ને બુરાઈ ને કદીક ભૂલાવી,

જરા માણસ બનીને માણસાઈ જવાનું,


જગત આખું હવે પાછળ પડી જશે તો પણ,

ખરી વાતે અડગતાથી છવાઈ જવાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational