STORYMIRROR

Sandip Patel"kasak"

Inspirational Others

3  

Sandip Patel"kasak"

Inspirational Others

માણસ

માણસ

1 min
27.5K


નિર્દયતાથી પીન્ખે એ વિકૃતિનો માણસ,

વ્યર્થ વલોપાત કરે એ પ્રકૃતિનો માણસ.


નાલાયક લાજ શરમ નેવે મૂકી દઈને,

પાછો એમ કહે હું તો સંસ્કૃતિનો માણસ.


એ મૂંગા મોઢે કેવળ અંગારા ઠારે,

જાણે ઉભો પથ્થરશી આકૃતિનો માણસ.


બે આંખોની શરમનો દુકાળ પડ્યો જાણે,

ક્યાંય નથી મળતો રામની પ્રતિકૃતિનો માણસ.


ઈશ્વર,અલ્લાહ કે પયગંબરનેના શોધ તું,

જો તું ધારે હાલ બને ચમત્કૃતિનો માણસ.


-સંદિપ પટેલ"કસક"


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational