વરસાદમાં.
વરસાદમાં.
1 min
14.3K
મન મોર થઇને થનગને વરસાદમાં,
આવેગ મારા હચમચે વરસાદમાં.
ઝરણાં વહે ખળખળ હવે ભીતર લગી,
પ્રેમાંધ થઇ તન સળવળે વરસાદમાં.
નાળા, નદી, જળ ઊભરાયાં છે બધે,
ચોમાસુ ખીલ્યું છેવટે વરસાદમાં.
સૂકી ધરાનો માનવી જળ પામવા,
તરસ્યો થઈને ટળવળે વરસાદમાં.
થઇ તરબતર એવી ખીલી છે ઉર કળી,
રોમાંચ રણની ભીતરે વરસાદમાં.
