STORYMIRROR

Chhaya Khatri

Classics

3  

Chhaya Khatri

Classics

ખેડૂત પુત્ર

ખેડૂત પુત્ર

1 min
156

ખેડૂત તો છે જગતનો તાત 

જો નાં હોય ખેડૂત તો 

ખેતરમાં હરિયાળી હોય નહિ 


ખેતર હોય અને કૂવો હોય પાણીનો 

સુંદર મજાના લાઈન સર હોય ઝાડની કતાર 

ખેડૂત કરે વાવણી ને  ઉગે ખેતર માં ઉભો પાક 


એમાં જો ના આવે વરસાદ 

નિરાશ થાય ખેડૂત

અને મહેનત જાય બગડી

પાક પણ બગડે અને મહેનત પણ બગડે 


સમય હતો એક એવો 

પાણી પણ હતું અને વરસાદ પણ હતો

અને હતા ખુશ ખુશાલ ખેડૂતો

અનાજ પણ દામ ઓછા અને 

પાણી હતું ભરપૂર


ખેતરોમાં જ્યાં જુવો ત્યાં 

હતી હરિયાળી જ હરિયાળી

સૂરજ ઊગે એ પહેલા ખેડૂત પહોંચે 

ખેતરમાં સંધ્યા વખત થાય વળતો


ખેતરમાં જ રહેતો અને ઝાડની છાંયે ખાતો

ખાટલો ઢાળી સૂતો ખેતરમાં  આવે મીઠી નીંદર

એ દિવસો હવે ક્યાં ?  જાણે ગયા ખોવાઈ


ના, રહ્યા ખેતર અને ના રહી હરિયાળી

વરસાદ પાણી ગયા સુકાઈ 

ઊભો પાક ગયો બળી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics