STORYMIRROR

Katariya Priyanka

Classics Fantasy Inspirational

3  

Katariya Priyanka

Classics Fantasy Inspirational

થેંક યુ વેરી મચ

થેંક યુ વેરી મચ

1 min
173

તમને થેંક યુ વેરી મચ

રાત દિવસ જોયા વિના,

રોગીઓની સેવા કરતાં,

ડો.સાહેબ ! થેંક યુ વેરી મચ..


ઈમરજન્સીમાંય શાંત ચિત્તે,

મૃત્યુનાં મુખમાંથી ખેંચી લાવતા,

ડો.સાહેબ ! થેંક યુ વેરી મચ...


તૂટેલા હાથ પગને જ નહીં,

જીવનમાં આત્મવિશ્વાસને પણ જોડતાં,

ડો. સાહેબ ! થેંક યુ વેરી મચ....


સલાહ સૂચન ને સ્નેહભાવે,

માની જેમ માવજત કરતાં,

ડો. સાહેબ ! થેંક યુ વેરી મચ...


અપંગોને અંગો થકી જીવન આપતાં,

પીડિતોની તકલીફોને મહેસૂસ કરતાં,

ડો. સાહેબ ! થેંક યુ વેરી મચ...


વિશ્વાસની દોર ન તૂટવા દે,

વિધાતાનાં લેખ પણ બદલી નાંખતા,

ડો.સાહેબ ! થેંક યુ વેરી મચ...


હાથ જોડી તમારો આભાર માનું,

થાકીએ ન તમને આશિષ આપતાં,

ડો.સાહેબ ! થેંક યુ વેરી મચ...


ઉપકાર તમારા અનેક સમાજ પર,

ટૂંકી પડે "સરગમ"ની કલમ એ લખતાં

ડો.સાહેબ ! થેંક યુ વેરી મચ...

તમને થેંક યુ વેરી મચ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics