STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

છેલ્લા શ્વાસ સુધી

છેલ્લા શ્વાસ સુધી

1 min
194

આ શ્વાસ દગો દે,

એ પહેલા તું જીવી લે,


ધરતી પર ના ઈશ્વર ના,

આ સ્વર્ગને માણી લે,


મારું તારુંનું ભેદ ભૂલી,

એકમેકમાં ભળી લે,


સાચા અર્થમાં માનવ બની તું જીવી લે,

જિંદગી છે આ શ્વાસોનો ખેલ,


ઘડી બે ઘડીમાં ખતમ થઈ જશે,

સંબંધો મીઠા મધુર બનાવી લે,


દુનિયામાં તારો યાદોનું ઝરણું વહાવી દે,

દરેક સપનાઓ ક્યાં પૂર્ણ થાય છે અહીં,


બસ ઈચ્છાઓનાં આભમાં પંખી બની થોડું ગાઈ લે,

સમયનું ચક્ર કદી થમશે નહિ,


બસ યાદોનું નાણું ભેગું કરી લે,

બસ મીઠાં સંસ્મરણોનો ખજાનો ભેગો કરી લે,


બસ મળી છે બે ચાર પળ તો જીવી લે,

છેલ્લા શ્વાસ સુધી તું જિંદગીની લડાઈ લડી લે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics