Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Classics

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Classics

એ તો સપનું હતું

એ તો સપનું હતું

1 min
131


ચંદ્રની શીતળતામાં જોયેલ સ્વપ્નો

સૂરજની આગમાં બળી ગયા,


વસંતના આગમને ઉગાવેલા સ્વપ્નો

પાનખરના આગમને ખરી પડ્યા,


ફૂલોનો હાથ ઝાલ્યો હતો ડાળીઓએ,

ડાળીઓનો હાથ છૂટતા ફૂલ બની એ ખરી ગયા,


સરિતાની સહાયથી સમંદરમાં ભળતું જલબિંદુ બની,

ધૂળ સાથે મળતા એ સૂકાઈ ગયા,


સપનાઓની રંગીન દોરીથી આકાશે ઊડતો હતો કલ્પનાનો રંગીન પતંગ,

હકીકતની હરીફાઈથી એ પટકાઈ પડ્યા,


કલ્પનાની પાંખો વડે આકાશે ઊડતા હતા એ વિમાન બની,

આત્મવિશ્વાસનું ઇંધણ ખૂટ્યું ને નીચે પટકાઈ ગયા,


એ તો સપનાં હતા માર અંધારી રાતના,

અજવાળું થતા એ અદ્ર્શ્ય થઈ ગયા,


સપનાઓ હતા મારા દર્પણ જેવા,

હકીકતની અથડામણથી એ તૂટી ગયા,


શમણાંઓ હતા સાવ રૂ જેવા હલકા,

હકીકતના વાયરા સંગ એ ઊડી ગયા,


શમણાંઓ હતા મારા સાવ રેતમાં પડેલા પગલાં જેવા,

અલ્લડ દરિયાના મોજા આવીને એ તો ભૂસી ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy