STORYMIRROR

Hansa Shah

Abstract Romance Classics

3  

Hansa Shah

Abstract Romance Classics

તું આવીશ

તું આવીશ

1 min
162

વરસાદ આવશેની આગાહી તો મળે છે

પણ તું આવીશ

એની આગાહી જો મળે તો...


તો બચેલી જિંદગીમાં

થોડા પ્રેમના બીજ વાવી લઉં !

મુઠ્ઠીમાં વરસાદ ભરી કવિતા રચી લઉં..!

ડૂબતા શ્વાસોનો પીછો કરી લઉં..

‘તું આવે છે’ની આગાહી મળે તો..


હસ્તરેખામાં ફરીવાર તારું નામ કોતરી લઉં..

અનાયાસ ખરી પડતા આંસુઓને ઝીલી લઉં..

ચીમળાયેલા સમયને ખંખેરી તાજો કરી લઉં..

પણ ‘તું આવીશ’

એવી આગાહી મળશે ક્યાંયથી ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract