પંખીઓનો કલરવ
પંખીઓનો કલરવ
પંખીઓનો કલરવ જગાડે પ્રભાતને,
આ ફૂલોની સુગંધ ભગાડે આળસને,
આ સુંદર પ્રકૃતિ ઊગાડે આશાઓનાં છોડને,
આ સુંદર ફૂલો આનંદ પમાડે માનવીના મનને,
આ કુદરતનું સાનિધ્ય અંતરનો આનંદ ચખાડે
માનવીના મનને,
કુદરત અલૌકિક સર્જન નવાઈ પમાડે, આ માનવીના હૈયાને,
આ સ્વર્ગના સુખો ધરતી પર દેખાડે આ કુદરત માનવીના હૈયાને,
આ કુદરતનું નયનરમ્ય અલૌકિક સર્જન
આનંદમાં રમાડે આ માનવીના હૃદયને.
