STORYMIRROR

Madhavi Ashra

Romance

3  

Madhavi Ashra

Romance

વિના

વિના

1 min
24.5K


ચાલ જઈએ આપણે કોઈ ગગનમાં,

મુક્ત મને ઉડીએ કોઈ બંધન વિના.


છે ઉગ્યાં આકાશમાં તારાઓ ઘણા,

ઈચ્છાઓ પૂરી કરીએ સ્વાર્થ વિના.


હતા જે અમીરી માં સાથે મતલબથી,

આજ એકલાને તમાચો મારીએ દર્પણ વિના.


ઉતરી જવાના ગુમાન માં ભરેલા ચહેરા,

સાદગી બની છે આપણી કોઈ પહેરણ વિના.


ફૂલ થી પણ હળવા થઈને મહેકીએ,

સહજ ખીલીએ કોઈ પણ મૌસમ વિના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance