STORYMIRROR

Madhavi Ashra

Classics

4  

Madhavi Ashra

Classics

મનેય ગમ્યું તુજ સંગાથે નાંચવું

મનેય ગમ્યું તુજ સંગાથે નાંચવું

1 min
27.2K


રાસ

સૂર છે તારા ને તાલ પણ છે તારો

મનેય ગમ્યું તુજ સંગાથે નાંચવું.

 

થયો રે અપ્રીતમ રાસ આપણો,

ગુંજ્યો રે ગગન કેરો રાગ આપણો,

થનગને રે રોમ-રોમ મારુ સખી રી,

નાંચું હું તો છું પ્રેમદીવાની રી...

મનેય ગમ્યું તુજ...


ફરતે રે ફદુરી ફરતી હું તો તારી,

તુજ હાથમાં મુજ હાથ નો સંગાથ રી,

ફરે છે ધરતી મુજ સંગ શ્યામા,

થઈ માધવ ઘેલી રૂપની રાધા,

મનેય ગમ્યું તુજ...


શ્યામને પામવા આજ ઘેલું બન્યું મન,

હૈયું આજ થનગનાટ કરે,

આવ ને આજ રમવા ને રૂડો રાસ,

રસિયો છે મારો કામળગારો,

મનેય ગમ્યું તુજ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics