STORYMIRROR

Madhavi Ashra

Others

3  

Madhavi Ashra

Others

વિસરતી ગઈ

વિસરતી ગઈ

1 min
26K


ફૂલ ખીલ્યું ને મહેક પ્રસરતી ગઈ,

ધીરે-ધીરે હું તને વિસરતી ગઈ.


આવી વસંત ને પાન લહેરાતા ગયા,

ધીરે-ધીરે હું તને વિસરતી ગઈ.


અવની પર પડ્યું ટીપું ને સુવાસ મહેકી ગઈ,

ધીરે-ધીરે હું તને વિસરતી ગઈ.


મળતા રહ્યા દગાઓ ને ઠોકર ખાતી રહી,

ધીરે-ધીરે હું તને વિસરતી ગઈ.


શીખ્યું મેં જીવતા ને જિંદગી ગુજરતી ગઈ,

ધીરે –ધીરે હું તને વિસરતી ગઈ.                 


Rate this content
Log in