Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Minaxi Rathod "ઝીલ"

Tragedy Fantasy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Fantasy Inspirational

હું એક સ્ત્રી છું

હું એક સ્ત્રી છું

1 min
220


હા, હું એક સ્ત્રી છું,

જિંદગીની એક ખુલ્લી કિતાબ છું,


સુખ-દુઃખની આખી અનુક્રમણિકા,

અંદરના પાને પ્રકરણમાં સમાણી છું,


આવરણ છે રિવાજના રંગીન પૂંઠાનું,

પરંપરાઓથી બંધાણી ને સંધાણી છું,


પાનેપાને ક્યાંક આંસુ તો ક્યાંક ઝખમ,

ઉઝરડાં ઘણાંય મૌનથી સચવાણી છું,


સુરક્ષાના નામે બધા બંધનોથી બંધાઈ,

ને જાણે સોનાના પાંજરામાં પૂરાણી છું,


હું તો સમજી એ બધાય પાના મારા છે,

અને પસંદગીના બધા કલર પણ મારા છે,


રંગીન શમણાંઓ ખુશીથી આલેખતી હું,

ક્યાંક રંગ તો ક્યાંક બેરંગી ચિતરાઈ છું,


ચૂપચાપ રહેવું ને સહન કરવું ફિતરત મારી,

જરાક શું બોલી કે હાંસિયામાં ધકેલાઈ છું,


ગળામાં ડૂમો બાઝે, દરેક પાને ગૂંગળાઈ છું,

સંબંધોના મેળામાં, અસ્તિત્વમાં અટવાઈ છું,


હતા મારાય પણ પ્રકરણ વાંચવા લાયક,

કિતાબ ખોલી તો પાના જ હતા ગાયબ,


જર્જરિત પાના જેવા સંબંધોને સગપણો,

ઘણુંય છોડ્યું થોડાની સાથે જીવવાનું છે,


નવસર્જન કરવાની એક મારી શક્તિ છે,

અને એટલેજ નક્કર આ મારી હસ્તી છે,


નથી રાખવું મારે મારામાં હવે સાંકળપણું,

બંધન ખોલીને થોડીક તો હું આગળ વધુ !


Rate this content
Log in