STORYMIRROR

Bindya Jani

Romance Fantasy

4  

Bindya Jani

Romance Fantasy

" પ્રેમની દિવ્યતા"

" પ્રેમની દિવ્યતા"

1 min
265

પ્રેમ એ તો જિંદગીનો સાર છે, 

એ મળી જો જાય તો બેડો પાર છે,


લાગણીનો છોડ છે આ જિંદગી, 

વેદના સંવેદના આધાર છે,


આરઝૂઓ છે અમારી ભીતરે, 

સાથ હો જો આપણો ઉધ્ધાર છે,


પ્રેમની તો છે હૃદયમાં દિવ્યતા, 

એટલે મારો પ્રણય દમદાર છે,


'બિંદુ'નું જીવન સરળ છે સ્નેહમાં, 

ફૂલ જેવી જિંદગી ગુલઝાર છે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance