STORYMIRROR

Vibhuti Desai

Fantasy Others

4  

Vibhuti Desai

Fantasy Others

મેઘની કમાલ

મેઘની કમાલ

1 min
156

વરસે મેઘ

ધરા તરબતર

ખેડૂત રાજી.


‌વરસે મેઘ

પ્રેમ અંકુર ફૂટે

નેણ બાવરા.


મેહ વરસે

પિયુ પરદેશમાં

પ્રિયા મૂંઝાય.


મુશળધાર

મેહુલિયો વરસે

દિલડું કોરું.


સાંબેલાધાર

વરસતો મેહુલો

યૌવન ઝૂમે.


નદી છલકે

અનરાધાર મેઘે

મોહક દ્રશ્ય.


મેઘ વરસે

ધરતી લીલીછમ

આનંદાનંદ.


સાંબેલાધાર

વરસી પડયો મેહ

ચોમેર પાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy