ગઝલમાં
ગઝલમાં
સફર જિંદગીની ફરી લો ગઝલમાં,
મને પણ હૃદયથી સ્મરી લો ગઝલમાં,
વિતેલી ક્ષણો છે અમાનત અમારી,
અમારી અમાનત ભરી લો ગઝલમાં,
સનમને મળીશું અમે પ્રેમથી એ,
મિલનની ઘડી પણ ગણી લો ગઝલમાં,
કલમને સજાવી અમે ટેરવાથી,
પ્રણયના શબદને લખી લો ગઝલમાં,
તમારી નજર જો મળી જાય તો પણ,
મળી જો શકો તો મળી લો ગઝલમાં.

