એક ઝંખના
એક ઝંખના
ઘનઘોર વાદળી વરસી,
જોઈ હું તારા માટે તરસી,
થશે વામણા સાબિત નદી નાળાનાં નીર,
જોઈ જઈશ જો તું મારી આંખોમાં પૂર,
આભે ઝબૂકી એક વીજળી,
દિલમાં પૂરાઈ તારા નામની રંગોળી,
છે એક ઝંખના થાય મિલન વરસાદી રાતમાં,
લાગણીઓ થઈ ગાંડી તુર મહેંકે મારા હર શ્વાસમાં.

