અનોખી ભાગીદારી
અનોખી ભાગીદારી
ખળ ખળ ઝરણું બની વહેતો રહે તું મુજમાં,
ને એ ઝરણાંના તરંગો બની લહેરાવું હું તુજમાં !
ચાલને કરીએ એક અનોખી ભાગીદારી !
ખીલે લાગણીની લીલી કુંપળો તારા હૈયે,
ને એ કુંપળોની કુમાશ ખીલે મારા હૈયે !
ચાલને કરીએ એક અનોખી ભાગીદારી !
મારા પ્રેમમાં લથબથ ભીંજાય તું,
ને એ ભીનાશ માં તરબોળ હું !
ચાલને કરીએ એક અનોખી ભાગીદારી !
તારા હોઠે રમતા મીઠા સ્મિતમાં ઝલક મારી,
ને એ ઝલકમાં પરછાઇ બની હું સંગ ફરતી તારી. !
ચાલને કરીએ એક અનોખી ભાગીદારી !
મારા હર સ્પંદનોમાં રણકાર બની રણકે તું હર દમ,
ને એ રણકરના મીઠા ગુંજનમા ધડકું હું હર દમ !
ચાલને કરીએ એક અનોખી ભાગીદારી !

