STORYMIRROR

Khushboo Chovatiya

Romance Fantasy Inspirational

4  

Khushboo Chovatiya

Romance Fantasy Inspirational

ચાહ હોય

ચાહ હોય

1 min
264

પાનખરમાં એ ઝાડ પર ફૂલ આવે જો

કળીને ફૂલ બનવાની ચાહ હોય,


સાવ સૂકું કોરું પાન પણ ભીંજાય જો

પાનને વરસાદમાં પલળવાની ચાહ હોય,


મોસમ વગરનો વરસાદ પણ વરસે જો

વાદળને વિખરાઈ જવાની ચાહ હોય,


હાથ પકડ્યા વગર પણ સંબંધ સચવાય જો 

આપણા પ્રણયમાં પ્રેમની ચાહ હોય,


વાંસળીની ધૂન કેમ ન સંભળાય જો

કૃષ્ણ મિલનની ચાહ હોય.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Khushboo Chovatiya

Similar gujarati poem from Romance