ઝરમર ઝરમર વરસ્યો વરસાદ !
ઝરમર ઝરમર વરસ્યો વરસાદ !
ઘનઘોર ઘેરાયું આકાશ,
થયો વાદળોનો ગડગડાટ,
વીજળીના ચમકારાની સાથ,
ઝરમર ઝરમર વરસ્યો વરસાદ !
મોસમનો આ છે પહેલો વરસાદ,
લીલાછમ બન્યા ફૂલ ને ઝાડ,
કેવી મનમોહક છે આ સમીસાંજ,
ઝરમર ઝરમર વરસ્યો વરસાદ !
મેઘધનુષ ખીલ્યું આકાશ,
આંબે આવ્યા મ્હોર,
ને કલશોર કરતા મોર,
ઝરમર ઝરમર વરસ્યો વરસાદ !
ચાલ પકડી લે મારો હાથ,
ભીંજાઈએ આપણે પણ આજ સંગાથ,
મૂકી દરેક જંજાળોને પેલે પાર,
ઝરમર ઝરમર વરસ્યો વરસાદ !
કોરી આંખોમાં અંજાયો પ્રણયરાગ,
તન મનમાં થયો તરવરાટ,
તારા સ્પર્શનો છે આ ઉન્માદ,
ઝરમર ઝરમર વરસ્યો વરસાદ !

