લિખિતંગ
લિખિતંગ
લિખિતંગ દાદીના વાંચી,
દીકરી થઈ મારી ખુશ,
અરે, મોબાઈલના યુગમાં,
અક્ષરોનો સહારો,
નજરો સામે તરવરે ચહેરો,
લાગણીઓનો ઉમળકો,
નજરો ભીની,
ગળે ડૂમો,
હૈયું ભારે,
શું પત્રનો આ ખેલ,
જિંદગીની શિખામણ,
દાદીના આશિર્વચન,
અઢળક શુભેચ્છાઓ,
મળવાની ચાહ,
દાદીનો છલકતો પ્રેમ,
આલિંગન આપતા પ્રેમભર્યા શબ્દો,
છાતી સરસો ચાંપી પત્ર,
જાણે દાદીની સોડમાં,
થપકી આપતાં મરોડદાર અક્ષરો,
સ્નેહભર્યો દાદીનો સ્પર્શ,
મીઠી નીંદરની રાત્રી,
લિખિતંગ દાદી સંગ..
