લાગણીનો છોડ
લાગણીનો છોડ
મારી જ સાથે કરતી હું વાતો
આ દર્પણ સાથે રાખતી હું નાતો,
સફેદીની લટ આ કેશમાં શોભતી
ને સરવાળો ઉંમરનો ઉમેરતી હું,
સલુણી સાંજના ખુશીઓનો રંગ
ને પડછાયો ખુદનો સંકોરતી હું,
મારો વિચાર મને જ સંભળાતો
મારી જ સાથે કરતી હું વાતો,
ભીતર વિચારોનો મેળો હું ભરતી
મેળામાં વાંચતી એકાંતે એકલી,
મારા શબ્દો સંગ આકાશે ઊડતી
કવિતામાં મારી લાગણી ગૂંથતી,
લાગણીનો છોડ ભીતર લહેરાતો
મારી જિંદગીને ભીનો એ રાખતો,
મારી જ સાથે કરતી હું વાતો.
