STORYMIRROR

Dina Chhelavda

Fantasy Inspirational

4.8  

Dina Chhelavda

Fantasy Inspirational

પોયણી

પોયણી

1 min
1.0K


પોયણી નાજુક ઊગી છે ડાળમાં 

કેવી એ ખીલતી

ને વાયરે ડોલતી 

કે પાંદડે ઝૂલતી

આજ વાત વહી છે નિકુંજમાં

પોયણી નાજુક ઊગી છે ડાળમાં,


એ ભમરાના ગુંજનમાં 

ને કોયલના કુંજનમાં 

કે પર્ણોના ખંજનમાં 

આજ વાત વહી છે નિકુંજમાં 

પોયણી નાજુક ઊગી છે ડાળમાં,


એ વૃક્ષોના વ્હાલમાં

ને સુગંધના ફાલમાં 

કે ફૂલોના તાલમાં

આજ વાત વહી છે નિકુંજમાં

પોયણી નાજુક ઊગી છે ડાળમાં,


એ પતંગિયાના રંગમાં

ને ઉપવનના અંગમાં

કે સૂરજના સંગમાં

આજ વાત વહી છે નિકુંજમાં

પોયણી નાજુક ઊગી છે ડાળમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy