કલાકારી
કલાકારી


મારી પીંછીની કલાકારી માણી,
આભનાં વાદળની ગાડી પર સવાર,
આમતેમ દોડતા, એકમેકને પકડતા,
કલરની લ્હાણી કરી મેં આભમાં,
મેઘધનુષ્ય રચ્યું સાત રંગથી, દીસે સુંદર,
માનવ મનમાં ક્યારે રચાશે સંપૂર્ણ મેઘધનુષ ?
રંગોની ભરી દુનિયા છે ન્યારી, ખીલખીલાતી,
મનભાવન રંગો દિલમાં ભરો જિંદગી પ્યારી,
કુદરતી ચિત્રકારે રચના કરી રંગ ભર્યું જગત,
રંગબેરંગી ફૂલોથી મહેકાવી સુગંધ ચારોકોર,
આત્માને કંડારીએ રંગનાં પ્રલોભનો આપી,
જિંદગીની તસ્વીર બને, રંગોની રંગરોગાનથી.