વરસાદનું ગીત
વરસાદનું ગીત
હા, મેં અનુભવ્યું..
વરસાદનું ગીત અને પ્રકૃતિનુ સંગીત...
હતું બંધારણ સપ્તકમાં જ,
પણ, સાજ હતા નોખા, અનેરા,
એક લય અને એક સંગત
પવન, જળ ફોરા અને ગગન ગર્જન,
જલવાઘ અતિ મુદુ કોમલ..
ભાવ જગાવે એ અગોચર મનના,
છાંટ છાંટની એક લય બંધ સોબત,
ફોરે ફોરે આનંદ આવા જ,
હા, મેં અનુભવ્યું.
વરસાદનું ગીત અને પ્રકૃતિનુ સંગીત.
