સ્પર્શ
સ્પર્શ
ક્ષિતિજે ધરતી ને આકાશનો સ્પર્શ,
સૂરજની રંગોળી ચમકાવી ગયો,
સોનેરી કિરણોનો ડાળીએ સ્પર્શ,
ફૂલોને આલિંગન અપાવી ગયો,
મોસમનો થયો એ ઝરમરતો સ્પર્શ,
રોમ રોમ વાદળી વરસાવી ગયો,
નજરથી નજરનો પહેલો એ સ્પર્શ,
હૃદયમાં સ્પંદન જગાવી ગયો,
ટેરવાથી થયો એ સુંવાળો સ્પર્શ,
અંતરમાં હલચલ મચાવી ગયો,
આથમતી સાંજનો દરિયાને સ્પર્શ,
સોનેરી સોણલાં કૈં સજાવી ગયો,
સાજનનો સજનીને હૂંફાળો સ્પર્શ,
પાંપણને શરમથી એ ઝૂકાવી ગયો,

