પતંગિયાનું વ્હાલ
પતંગિયાનું વ્હાલ
પતંગિયું આજ રંગીલી પાંખો પહેરી ઉડ્યુ,
ફૂલોએ મહેફિલ જમાવી ડાળે ડાળે ઉગ્યુ.
લીલીછમ પાંદડીએ ઝાકળનું સ્વાગત કર્યું,
સુરજના કિરણમાં જાણે સોનેરી મોતી સર્યુ.
પોયણીએ નાજુક શી પાંદડી ખોલતા જાગ્યું,
ભમરાએ શોર મચાવી ગુનગુન ગીત ગાયું.
રંગ સુગંધની છોળોમાં અત્તર જાણે મ્હેંક્યું,
મધમાખી મેડમ કહે ઉપવન આજ ખીલ્યું,
આમ સહુની મસ્તીમાં ટોડલે પંખી ટહુક્યું,
પતંગિયાનું ફૂલોને મીઠું ચુંબન વ્હાલે વરસ્યું.
