એ મેળાને નામ શું દેવું ?
એ મેળાને નામ શું દેવું ?
એ મેળાને નામ શું દેવું ?
ગમતી બે આંખ મળ્યે મેળો ભરાય,
એ મેળાને નામ શું દેવું ?
ચંદરવો આભનો ?
પૂનમનું અજવાળું ?
કે મનડાનો માણીગર કે’વું ?
એ મેળાને નામ શું દેવું ?
રોમેરોમ ટહુકાઓ છુટ્ટા મૂકેલા ને ગહેકાતાં મનના સીમાડા,
આંખોથી વાદળીયું ઠલવાતી હોય અને હોઠે હોય મોહકની માળા,
એક-એક પલકારે સાંજ ને સવાર ફરે, ત્યાં વળી કેમ કરી રે’વું ?
એ મેળાને નામ શું દેવું ?
ઊંચકાતી નજરોની તૈડોમાં છલકાતું દરિયો ભરીને વ્હાલ મીઠું,
કરડાતા ચહેરાની પાતળી રેખાઓમાં લાગણીનું ફૂલ મેં દીઠું,
વાયુના વહેણમાં વાંસળીના સૂર ભરે વ્હાલમનું રજવાડું એવું, એ મેળાને નામ શું દેવું ?
સારસીના ટહુકાઓ થઈ હું વેરાઉં, જોતાં જ મુજને એ થાતું, ડગલું એ માંડે અને અહીં હું છેડાઉં,
વિયોગી પૂર અથડાતું, સાથે આ પાવામાં ફૂંક બે મારો ને ગુંજે કલગીત તો કેવું ?
એ મેળાને નામ શું દેવું ?

