અલગ છે
અલગ છે
શ્વાસે શ્વાસે તારી યાદો,
યાદોની તાકાત અલગ છે,
અલ્લડ ધડકન મારી ધડકે,
આમ પ્રણયની ભાત અલગ છે,
શબ્દોને આલિંગન આપ્યું,
સર્જકની સોગાત અલગ છે,
રાધા - માધવની છે જોડી,
પ્રેમીઓની નાત અલગ છે,
મળવાનો અવસર છે પળનો,
સપનાઓની રાત અલગ છે.

