દિલોના ક્યાં કોઈ દસ્તાવેજ હોય
દિલોના ક્યાં કોઈ દસ્તાવેજ હોય
આવી જાય છે પ્રેમ અને લાગણી આ હૈયાનાં દ્વારે દસ્તક વગર,
આમેય દિલનાં દ્વારે ક્યાં તાળા હોય છે,
હોય છે કેટલીય પીડા ને કેટલીય તકલીફ
આ હૃદયનાં ભોયરે ભંડારેલી,
આમેય હૃદયને ક્યાં કોઈ વાચા હોય છે,
કોઈ પૂછે અમથું અમથું હાલ આ હૃદયના,
આમેય હૃદય પાસે ક્યાં જખ્મોનો હિસાબ હોય છે,
તમે કહી દીધું, તમે મારા છો,
એટલે એ વાતને સ્વીકારી લીધી,
આમેય ક્યાં દિલોના દસ્તાવેજ હોય છે,
આમ જ દસ્તક દે છે વસંત બાગનાં દ્વારે,
આમેય હવા પાસે ક્યાં સુગંધનું સરનામું હોય છે,
તમે શબ્દોથી એકરાર કર્યો પ્રેમનો,
અને અમે માની લીધું,
આમેય હૈયાને જોવા માટે ક્યાં કોઈ દર્પણ હોય છે.
