STORYMIRROR

Raksha Joshi.

Inspirational

4  

Raksha Joshi.

Inspirational

આંચળો

આંચળો

1 min
26.5K


સંસારનાં તાણાંવાણાંમાં;

ગૂંથાયેલ જીવ,

આશક્તિ અને મોહ;

છોડી શકે તો ચાલ,

કહેવાતા સંબંધોના,

ઓઢેલા આંચળાને ઉતારીને,

ચાલી શકે તો ચાલ,

લાગણીઓ અને ઉર્મિઓના;

પ્રવાહને વાળીને,

પાછો ફરી શકે તો ચાલ,

ઈચ્છાઓ અને અરમાનોની,

ચણી છે ઈમારત,

તેની નીવને ઉખેડીને;

ચાલી શકે તો ચાલ,

દંભ અને અહમનો.

પહેરેલો મુખવટો ઉતારીને,

ચાલી શકે તો ચાલ,

માનવ,

હોય જ્યાં ફ્ક્ત અવકાશ;

પાથરી શકીએ ત્યાં પ્રકાશ.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Inspirational