STORYMIRROR

Raksha Joshi.

Inspirational

3  

Raksha Joshi.

Inspirational

પંખી

પંખી

1 min
28.4K


એક સથવારો સગપણનો,

એક અણસારો ઓળખનો,

એક ધબકારો રુદિયાનો,

એક ઝનકાર મારા આતમનો.

વિલીન થઈ ગયો

એક અહેસાસ મુકીને,

શું ઝીલું શું ઝાલું ?


એક પંખી,

સુંદર માળો સર્જીને જીવન આપીને ઊડી ગયું...

પણ વાત કંઈક મઝાની એ રીતે સમજાવતુ ગયું...

ના કોઈ સ્વાર્થ કે કે ના કોઇ ફરિયાદ...

બસ એક લીલું સગપણ...


જિંદગી તે ખૂબ આપ્યું.

થોડું માગ્યું અને ઘણુ આપ્યું..

સાંત્વનાનો ખોબો માંગ્યો;

અને લાગણીઓનો દરિયો ભરી દીધો...


એક સબંધ કયા છીનવયો ત્યાં તો

હજારો સબંધોની ધનિષઠતા વરસાવી દીધી...

દુઃખ થશે મને, એમ સમજીને મૌન પ્રાર્થનાઓ કરી ઈશ્વરને...


જીવનનું વહેણ એ રીતે વહેતું

અને સહેતુ ગયું,

જાણે એક

સપનાની અનુભૂતિ

અને

લાગણીઓની સહાનુભૂતિ

દર્શાવતું ગયું...


એક પંખી આવીને ઊડી ગયું,

જતાં જતાં અસ્તિતવના વિચ્છેદનું,

સત્ય કંઈક કહેતું ગયું...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational